બાળકોનાં મૃતદેહને ખભે ઊંચકી 15 કિલોમીટર સુધી માતાપિતાએ કેમ ચાલવું પડ્યું?
બાળકોનાં મૃતદેહને ખભે ઊંચકી 15 કિલોમીટર સુધી માતાપિતાએ કેમ ચાલવું પડ્યું?
પ્રકાશિત
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના અહેરી તાલુકામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.
અહીં માતા-પિતાએ તેમનાં નાનાં બાળકોનાં મૃતદેહને ખભા પર લઈને કેટલાય કિલોમીટર સુધી ચાલવું પડ્યું હતું. તેમનાં બંને બાળકો માત્ર અડધા કલાકમાં મૃત્યુ પામ્યાં હતાં.
બાળકો હૉસ્પિટલ પહોંચે એ પહેલા જ મૃત્યુ પામ્યાં હતાં. આ કેન્દ્ર પર ઍમ્બ્યુલન્સ નહોતી એટલે દુખના પહાડ વચ્ચે આ માતા-પિતાએ તેમનાં બાળકોના મૃતદેહોને 15 કિલોમીટર દૂર તેમના ગામ સુધી આવી રીતે લઈ જવા પડ્યા.
છ વર્ષના બાજીરાવ રમેશ વેલાદી અને ત્રણ વર્ષના દિનેશ રમેશ વેલાદીનાં માતા-પિતા સાથે આવું કેમ થયું?
જમાલગટ્ટાના પ્રાથમિક આરોગ્યકેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડૉક્ટર દુર્ગા જરાટેએ આખો ઘટનાક્રમ જણાવ્યો.
વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



