ગર્ભાવસ્થા દરમિયાન પણ કઠોર મહેનત કરીને વેઇટ લિફ્ટિંગમાં બબ્બે વર્લ્ડ રેકૉર્ડ સર્જનાર ગુજરાતણ

વીડિયો કૅપ્શન, Valsad - આ બહેને રશિયામાં યોજાયેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બબ્બે વર્લ્ડ રેકૉર્ડ કેવી રીતે બનાવ્યા?
ગર્ભાવસ્થા દરમિયાન પણ કઠોર મહેનત કરીને વેઇટ લિફ્ટિંગમાં બબ્બે વર્લ્ડ રેકૉર્ડ સર્જનાર ગુજરાતણ
પ્રકાશિત

આ છે વલસાડનાં પાવરલિફ્ટર કૃષ્ણા કદમ.

કૃષ્ણાએ 60 કિલો વેઇટ કૅટેગરીમાં 145 કિલોગ્રામ વજન ઉઠાવી સ્કવૉટ્સમાં બે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યા છે.

આ સ્પર્ધાનું આયોજન રશિયાના મોસ્કો ખાતે થયુ હતું. ક્રિષ્ના પાછલાં ચાર વર્ષથી આ ક્ષેત્રે મહેનત કરી રહ્યાં હતાં.

ક્રિષ્નાએ પોતાની પ્રેગનન્સી દરમિયાન પણ તેમની કસરત ચાલુ રાખી હતી.

ક્રિષ્નાના પતિ મહેરઝાદ તેમના કોચ છે.

તેઓ માને છે કે તેમના સંઘર્ષમાં તેમના પતિ ખૂબ મદદરૂપ નીવડ્યા છે.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.