ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ, શું ઉનાળા પહેલાં વરસાદ આવશે?

ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ, શું ઉનાળા પહેલાં વરસાદ આવશે?
પ્રકાશિત

મંગળવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને અમુક સ્થળોએ ગાઢ વાદળો જોવાં મળી રહ્યાં છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (પશ્ચિમી વિક્ષોભ) એક સિસ્ટમ પસાર થયા બાદ વધુ એક સિસ્ટમ આજથી ભારતમાં જોવા મળી રહી છે, જેની અસર બુધવારે દેશભરમાં જોવા મળશે અને ગુરુવારે પણ તેની અસર રહેશે.

તેના કારણે ગુજરાતના પાડોશી રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે, પરંતુ શું તેના કારણે ગુજરાતમાં વરસાદ આવશે.

આ સિવાય હવામાનમાં પણ વ્યાપક તફાવત જોવા મળી રહ્યો છે. વધતી જતી ગરમીએ રાજ્યમાં ઉનાળાના આગમનની સૂચના આપી રહ્યું છે ? જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.