મહિલા અવકાશયાત્રીને અંતરીક્ષમાં માસિક આવે ત્યારે શું થાય?

વીડિયો કૅપ્શન, Sunita Williams : મહિલા અવકાશયાત્રીને અંતરીક્ષમાં માસિક આવે ત્યારે શું થાય?
મહિલા અવકાશયાત્રીને અંતરીક્ષમાં માસિક આવે ત્યારે શું થાય?
પ્રકાશિત

દરેક સ્ત્રી માટે માસિક એક પડકાર હોય છે. અવકાશમાં જતાં મહિલા અંતરીક્ષયાત્રીઓને જ્યારે માસિક આવે ત્યારે શું થાય? તેઓ આંતરરાષ્ટ્રીય અંતરીક્ષમથક પર પીરિયડ્સને કઈ રીતે મૅનેજ કરે?

સુનીતા વિલિયમ્સની જેમ તેમણે પણ અવકાશમાં અણધાર્યા લાંબા સમય સુધી રહેવું પડે તો શું થાય?

સ્ત્રીઓ મુસાફરીનું આયોજન કરે ત્યારે સામાન્ય રીતે વિચારે છે કે તેમને પીરિયડ્સ ક્યારે આવશે? એ સમય દરમિયાન મુસાફરી કરવી જરૂરી છે?

માત્ર આઠ દિવસ માટે અવકાશમાં ગયેલાં સુનીતા વિલિયમ્સે ત્યાં નવ મહિના રહેવું પડ્યું. જોકે સુનીતાની વયને આધારે તેમને આવી સમસ્યા હોઈ શકે કે ન હોઈ શકે, પરંતુ જેમને માસિક આવતું હોય તેવાં અંતરીક્ષયાત્રીએ સુનીતાની માફક અવકાશમાં મહિનાઓ સુધી રહેવું પડે તો શું થાય? તેઓ તેમના પીરિયડ્સને મૅનેજ કરી શકે કે નહીં?

આ પ્રશ્નોના જવાબ જાણવા બીબીસીએ સ્પેસ ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. વર્ષા જૈન સાથે વાત કરી હતી.

ડૉ. જૈને અવકાશમાં મહિલાઓના સ્વાસ્થ્ય અંગે સંશોધન માટે નાસા સાથે કામ કર્યું છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, મહિલા, બીબીસી, સુનીતા વિલિયમ્સ, નાસા, અવકાશયાત્રા

ઇમેજ સ્રોત, NASA

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.