You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુનીતા વિલિયમ્સ માટે ગુજરાતના ઝુલાસણ ગામમાં થઈ રહી છે પ્રાર્થના
19 સપ્ટેમ્બરના રોજ સુનીતા વિલિયમ્સનો 59મો જન્મદિવસ છે, જે તેઓ અવકાશમાં ઊજવશે. જૂન મહિનામાં તેઓ સહઅવકાશયાત્રી બેરી બુચ વિલ્મોર સાથે વિમાનનિર્માતા બૉઇંગના સ્પેસક્રાફ્ટ સ્ટારલાઇનર મારફત આંતરરાષ્ટ્રીય અવકાશમથકે પહોંચ્યાં હતાં.
એ પછી અવકાશયાનમાં તકનીકી ખામી સર્જાતા તેમનો આઠ દિવસનો પ્રવાસ લંબાઈને લગભગ આઠ મહિનાનો થઈ ગયો છે અને તેઓ આવતાં વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પરત ફરશે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
મહેસાણા જિલ્લાનું ઝુલાસણ સુનીતા વિલિયમ્સનું પૈત્તૃક ગામ છે, જ્યાં તેઓ ધરતી પર સલામત પરત ફરે તે માટે લોકો પ્રાર્થના અને પૂજાઅર્ચના કરી રહ્યાં છે. આસ્થાના પ્રતીકરૂપે ગામના મંદિરમાં અખંડ જ્યોત પર પ્રજવલિત કરવામાં આવી છે.
ભલે ઝુલાસણમાં સુનીતાનો જન્મ ન થયો હોય, પરંતુ તેમના પિતા દીપકભાઈ અહીં જન્મ્યા હતા અને ઉચ્ચ અભ્યાસ કરીને અમેરિકા ગયા હતા. આજે ગામના સેંકડો લોકો અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે.
સુનીતા ખૂબ જ નાનાં હતાં ત્યારે વર્ષ 1972માં માતા-પિતા સાથે અહીં આવ્યાં હતાં, એ પછી અવકાશયાત્રાએથી પરત ફર્યાં બાદ 2007 અને 2013માં ઝુલાસણની મુલાકાત લીધી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન