જેસ્પર ચક્રવાત : ઑસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વ ભાગ પર સર્જાયું ખતરનાક વાવાઝોડું, કેટલું તીવ્ર?

વીડિયો કૅપ્શન, જેસ્પર ચક્રવાત : ઑસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વ ભાગ પર સર્જાયું ખતરનાક વાવાઝોડું, કેટલું તીવ્ર?
જેસ્પર ચક્રવાત : ઑસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વ ભાગ પર સર્જાયું ખતરનાક વાવાઝોડું, કેટલું તીવ્ર?
પ્રકાશિત

હજુ ગયા સપ્તાહે જ બંગાળની ખાડીમાં ઉદભવેલા મિગજોમ ચક્રવાતે દક્ષિણ ભારતના દરિયાકિનારે તબાહી મચાવી હતી.

અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે, જોકે તે ઓમાન તરફ આગળ જાય તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે.

એવામાં અન્ય એક ઉષ્ણકટિબંધીય વાવાઝોડું સર્જાય રહ્યું છે જેના અતિ તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે.

આ વાવાઝોડાનું નામ છે જેસ્પર જેને કૅટેગરી ચારમાં મૂકવામાં આવ્યું છે, જે રવિવાર-સોમવાર સુધી 2- કે 3 કૅટેગરીમાં ફેરવાઈ જશે.

હાલ તે ઉત્તર પૂર્વીય ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડ તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી
બીબીસી