અફઘાનિસ્તાનનાં યુવતી ગુજરાતમાં ગોલ્ડમેડલ મેળવીને છવાઈ ગયાં

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનનાં યુવતી ગુજરાતમાં ગોલ્ડમેડલ મેળવીને બની ગયાં સમાચારોનું કેન્દ્ર
અફઘાનિસ્તાનનાં યુવતી ગુજરાતમાં ગોલ્ડમેડલ મેળવીને છવાઈ ગયાં
પ્રકાશિત

અફઘાનિસ્તાનનાં રઝિયા મુરાદીએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

અફઘાનિસ્તાનથી આવીને ભારતમાં અભ્યાસ કરતાં રઝિયા મુરાદીએ બીબીસી સાથેની વાતચીતમાં આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી તાલિબાન સામે પગલાં લેવાની માગ કરી છે.

તેમણે કહ્યું કે ‘તાલિબાને એ સમજવાની જરૂર છે કે શિક્ષણ અને વિકાસ એકબીજાનાં પૂરક છે.’

રઝિયા મુરાદી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં એમએ કરવા 2021માં સુરત આવ્યાં હતાં. તેમને આઈસીસીઆર તરફથી સ્કૉલરશિપ મળી હતી.

જ્યારે રઝિયા ભારત આવ્યાં ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન નહોતું અને છોકરીઓને ત્યાં શાળાએ જવાની અને ઉચ્ચ શિક્ષણ મેળવવાની છૂટ હતી. પરંતુ ઑગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદ મહિલાઓના શિક્ષણ અને તેમની નોકરીઓ પર ધીમેધીમે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો.

રેડ લાઇન
રેડ લાઇન