ભારતમાં ફરી ફેલાયો કોરોના વાઇરસ, નવો JN.1 વૅરિયન્ટ કેટલો ખતરનાક?
કેરળમાં રાજ્ય સરકારે લોકોને કોવિડના વધતા કેસોને લીધે સાવચેત રહેવા માટે તાકીદ કરી છે.
રાજ્યમાં કોવિડના નવા વૅરિયન્ટ JN.1નો કેસ સામે આવ્યા પછી કોવિડના કેસોમાં વધારો નોંધાયો છે.
વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે તમામ માન્ય કોવિડ-19 રસીઓ આ નવા વૅરિયન્ટ સામે રક્ષણ આપશે.
કેરળમાં હાલમાં કોવિડ-19ના 1,324 ઍક્ટિવ કેસ છે. કોવિડને લીધે શનિવારે ચાર લોકોનાં મૃત્યું નોંધાયાં હતાં. અઘિકારીઓ મુજબ કોવિડ-19ના કેસની વધારે સંખ્યા માટે ટેસ્ટિંગનો ઊંચો દર જવાબદાર છે.
પરંતુ એ વાતની કોઈ જાણકારી નથી કે ઍક્ટિવ કેસોમાંથી કેટલા નવા વૅરિયન્ટ JN.1ને લગતા છે.
વાઇરસના વિવિઘ પ્રકારના વૅરિયન્ટની જાણકારી રાખવા માટે માત્ર થોડા જ નમૂનાઓ પર નિયમિત રીતે જીનોમ સીકવન્સિંગ કરવામાં આવે છે.
કેરળનાં આરોગ્ય મંત્રી વીણા જ્યૉર્જે કહ્યું છે કે, "ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી અને પરિસ્થિતિ કાબૂમાં છે."
અધિકારીઓનાં કહેવા મુજબ JN.1 વૅરિયન્ટ એક RT-PCR પૉઝિટિવ કેસમાં આ મહિને મળી આવ્યો હતો.
તેમના પ્રમાણે ઇનસાકૉગ – લેબોરેટરીઓનું એક નેટવર્ક જે ભારતમાં કોવિડ-19ની દેખરેખ રાખે છે – દ્વારા કરાતાં નિયમિત સર્વેક્ષણમાં આ નવો વૅરિયન્ટ પકડાયો હતો.
વિગતથી અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો- JN1 : કોરોનાનો નવો વૅરિયન્ટ ખતરનાક છે? આનાં લક્ષણો શું છે અને કોવિડની બધી રસી કામ કરશે?

ઇમેજ સ્રોત, Getty Images



