ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, હવે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, હવે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, હવે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે?
પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસું ગઈકાલે નવસારીથી આગળ વધીને વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અને રાજપીપળા સુધી આગળ વધ્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં વરસાદની ઍન્ટ્રી થઈ ગઈ છે.

ચોમાસુ કચ્છના મુદ્રા અને મહેસાણા સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત ચોમાસાએ બનાસકાંઠાને પણ આવરી લીધું છે.

હવે ગુજરાતનાં આજુબાજુનાં રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ છે. જેમકે, મહારાષ્ટ્રમાં એક ટ્રફ બન્યો છે અને ગુજરાતમાં બનાસકાંઠાના ઉત્તરમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન બન્યું છે.

આ બંને પ્રક્રિયાના કારણે વરસાદી વાદળો ઉત્તર તરફ ખેંચાય રહ્યા છે. તેથી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે અને ટૂંક સમયમાં તે ઉત્તર ભારતમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ પ્રવેશી જશે.

તો આ વીડિયોમાં જાણો ગુજરાતમાં ચોમાસુ ક્યાં પહોંચ્યું અને હજી કેટલા દિવસ રહેશે વરસાદ.

ગુજરાતનું હવામાન ચોમાસામાં વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images