Monsoon 2025: રાજ્યમાં વરસાદ વિરામ લેશે કે ફરીથી નવો રાઉન્ડ શરૂ થશે?
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં ગત અઠવાડિયાના અંત ભાગમાં પડેલા અતિભારે વરસાદ બાદ આ વિરામને કારણે ઘણા જિલ્લામાં લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો છે.
હવે આકાશમાં વાદળ દેખાતાં ઘટ્યાં છે અને ચોમાસાની ઋતુ જાણે તેના અંત તરફ આગળ વધી રહી છે, ત્યારે ભારતના હવામાન વિભાગે ફરી એક વખત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસો દરમિયાન વરસાદ પડવાની આગાહી કરી છે.
પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી 15 સપ્ટેમ્બરથી દક્ષિણપશ્ચિમ ચોમાસાના વિદાય માટેની અનુકૂળ સ્થિતિઓ બની રહી છે.
14 સપ્ટેમ્બર, રવિવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ સિવાય સોમવાર અને મંગળવારે પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



