ગુજરાતમાં ચોમાસું હવે વિદાય લેશે કે વધુ એક રાઉન્ડ થશે?
ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ચોમાસું પૂરું થતાં પહેલાં કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે.
આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતા છે અને તેની અસર ગુજરાત પર થશે અને રાજ્યમાં ફરીથી જતાં-જતાં ચોમાસું સક્રિય થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.
ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ છે, માત્ર દક્ષિણના કેટલાક વિસ્તારોમાં જ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. વરસાદ બંધ હોવાને કારણે અનેક વિસ્તારોમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.
એક તરફ વરસાદ અને બીજી તરફ ચોમાસું વિદાય લઈ શકે તે માટેની અનુકૂળ પરિસ્થિતિઓ પણ સર્જાઈ રહી છે.
ગુજરાતમાં ફરીથી વરસાદની શક્યતા છે કે પછી હવે વરસાદ વિદાય લેશે? જાણો આ વીડિયોમાં
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ

ઇમેજ સ્રોત, Reuters
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



