ગુજરાતમાં આગામી 24 કલાકમાં કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે? વરસાદ કેટલા દિવસ સુધી પડશે?
ગુજરાતમાં હાલ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
ઉત્તર ભાગના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ અરવલ્લીના કેટલાક વિસ્તારો, ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે.
અમદાવાદ બાજુના વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે.
આ સિવાય કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. કચ્છમાં આવતીકાલથી વરસાદનું પ્રમાણ ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે.
સુરત, ડાંગ, ભરુચ, તાપી, નર્મદામાં વધારે વરસાદની શક્યતા નથી પરંતુ વરસાદ ચાલુ રહેેશે. વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ અહીં ભારેથી અતિભારે વરસાદની શક્યતા ઓછી છે.
ગુજરાતમાં આગામી 24 કલાકમાં કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે? વરસાદ કેટલા દિવસ સુધી પડશે? વિગતમાં જાણવા માટે જુઓ આ વીડિયો

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



