You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાની મહિલાઓને ગર્ભવતી હોવું કપરું કેમ લાગે છે? તેમને લોકો શું કહે છે?
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરમાં બદલાવ આવવો તે સામાન્ય છે. પરંતુ આ દરમિયાન મહિલાઓને સોશિયલ મીડિયા પર નકારાત્મક ટિપ્પણીઓનો પણ સામનો કરવો પડે છે. પાકિસ્તાનની મહિલાઓએ આ અંગે પોતાના અનુભવો બીબીસી સાથે શેર કર્યા છે.
બીબીસી સંવાદદાતા શુમાયલા ખાને પાકિસ્તાનમાં જાહેરક્ષેત્રમાં અને ખાનગીક્ષેત્રમાં કામ કરતાં મહિલાઓ જેઓ સોશિયલ મીડિયા પર પણ તેમનું અકાઉન્ટ ધરાવતાં હતાં, તેમના ગર્ભાવસ્થા સમયના અનુભવ જાણવા તેમની સાથે વાત કરી.
ખાસ કરીને કેટલાંક મહિલાઓને તેમની ગર્ભાવસ્થા સમયની સુંદર યાદોને કૅમેરામાં કંડારવા બદલ સોશિયલ મીડિયા પર આકરી ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો.
કેટલાક કિસ્સામાં આ ગર્ભવતી મહિલાઓએ તેમના તરફ આવતી નકારાત્મકતાને રોકવા માટે કંટાળીને તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટને ડીલિટ પણ કરવા પડ્યાં હતાં.
માતૃત્વના ખાસ અનુભવ અને તેની સાથેની યાદોનો સંચય કરી રાખવાની અને પ્રસન્ન રહેવાની આ મહિલાઓની ઇચ્છા માટે પાકિસ્તાનમાં તેમને મેણાં સાંભળવાની પણ તૈયારી રાખવી પડે છે.
આથી આ મહિલાઓ તેમના અનુભવના આધારે વિચારસરણીમાં પરિવર્તન અને ગર્ભવતી મહિલાઓની ઈચ્છાઓ માટે મુક્ત વાતાવરણની અપેક્ષા રાખે છે.