રાષ્ટ્રપતિના હસ્તે કાર્બન ન્યુટ્રલ ઍવૉર્ડ મેળવનાર ગ્રામપંચાયતની કહાણી

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
રાષ્ટ્રપતિના હસ્તે કાર્બન ન્યુટ્રલ ઍવૉર્ડ મેળવનાર ગ્રામપંચાયતની કહાણી
પ્રકાશિત

આ ગામ શહેરથી નજીક હોવાથી વાયુપ્રદૂષણનું પ્રમાણ વધારે હોવાથી બીમારીઓ થવાનું જોખમ પણ વધારે હતું.

વાયુપ્રદૂષણની ભૂમિકાને મુખ્ય જણાતા ગ્રામપંચાયતે ગામને કાર્બન ન્યૂટ્રલ બનાવવા અને વાયુપ્રદૂષણને ઘટાડવાનાં પગલાં લીધાં.

આથી, આ સંવેદનશીલ મુદ્દા વિશે લોકોમાં જાગૃતિ લાવવા ગામમાં અભિયાનો ચલાવવામાં આવ્યાં અને ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવતું હતું. ઝીણવટપૂર્વકના રિસર્ચ અને અભ્યાસ પછી કાર્બન ન્યૂટ્રલ કમિટી બનાવાઈ.

હવે બેલા ગ્રામપંચાયતને રાષ્ટ્રપતિએ કાર્બન ન્યૂટ્રલ સ્પેશિયલ પંચાયત ઍવૉર્ડથી સન્માનિત કરી છે.

ગામની પડતર જમીન પર બેલા ગ્રામપંચાયતે આશરે 90,000 વૃક્ષો વાવ્યાં.

ગામનાં મહિલા સરપંચે ગામલોકોને કેવી રીતે તૈયાર કર્યા?

વધુ જાણો આ વીડિયોમાં...

મહારાષ્ટ્ર, બેલા ગામ, કાર્બન ન્યુટ્રલ, જળવાયુ પરિવર્તન, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.