ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે? બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની શું અસર થશે?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ વાવાઝોડું બનશે? ગુજરાત પર કોઈ અસર જોવા મળશે?
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે? બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની શું અસર થશે?
પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે, બંગાળની ખાડીમાં મજબૂત બનેલી સિસ્ટમને કારણે વાવાઝોડું આવવાની સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી છે.

સામાન્ય રીતે વાવાઝોડા બનવાના ચાર તબક્કા છે. પહેલા લૉ પ્રેશર એરિયા રચાય છે, આ પછી વેલમાર્ક લૉ પ્રેશર એરિયા, ત્યાર બાદ તે ડિપ્રેશનમાં અને પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે. આટલા તબક્કા બાદ, પાંચમાં તબક્કામાં સાયક્લોનિક સ્ટ્રોમ એટલે કે વાવાઝોડું બને છે.

ગુજરાતની વાત કરીએ તો અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમથી સીધી અસર થાય છે.

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગામી ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જે 27 સપ્ટેમ્બરની સવારી ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાને પાર કરશે.

બંગાળની ખાડીમાં બનનારી આ સિસ્ટમ વાવાઝોડુ બનશે? આ સિસ્ટમ કઈ તરફ જશે? એની ગુજરાતમાં શું અસર થશે? જુઓ આ વીડિયો.

ચોમાસું, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન