ગુજરાતમાં 48 કલાકમાં હવામાનમાં થશે ફેરફાર, આ વિસ્તારો પર ઘેરાશે વાદળો, ક્યાં બદલાશે પવન?
હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી પડી રહી છે અને ઉત્તર તરફથી આવી રહેલા સૂકા પવનો રાજ્યના હવામાનને ઠંડુ કરી રહ્યા છે.
જોકે, ગુજરાતમાં આગામી 48 કલાકમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળી શકે છે.
ભારત પર હાલ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતનાં પાડોશી રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિસ્ટમ ભારતમાં આવતાની સાથે જ ગુજરાતના હવામાનમાં પણ ફેરફારો જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે તથા પવનની દિશામાં પણ ફેરફાર થશે.
48 કલાક બાદ એટલે કે 16 જાન્યુઆરીથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડી ઘટવાની શરૂઆત થઈ જશે અને 17 જાન્યુઆરીથી રાજ્યના કેટલાક વિસ્તારમાં ધુમ્મસ જોવા મળે તેવી શક્યતા છે.
17 જાન્યુઆરી બાદ હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતના તાપમાનમાં વધારો થશે અને મોટાભાગના વિસ્તારોમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમાણે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે પરંતુ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી નથી. એટલે કે રાજ્યમાં આગામી ત્રણથી ચાર દિવસો દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે. વધુ માહિતી માટે વીડિયો જુઓ.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



