You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"સાસરિયાંએ માનસિક વિકલાંગ દીકરીને જન્મતાવેંત મારી નાખવા કહ્યું, પરંતુ હું ન માની." એક માની કહાણી
"સાસરિયાંએ માનસિક વિકલાંગ દીકરીને જન્મતાવેંત મારી નાખવા કહ્યું, પરંતુ હું ન માની." એક માની કહાણી
પ્રકાશિત
છેલ્લાં સાત વર્ષથી ઘરેથી ફૅશન જ્વેલરી અને બાળકો માટે સ્ટેશનરીનો વેપાર ચલાવતાં ભાર્ગવીની કહાણી જાણે સાહસનું જીવતું જાગતું પ્રતીક છે.
વર્ષ 2009માં માનસિક વિકલાંગ બાળકીના જન્મ બાદ સાસરિયાંએ તેમને તેમની બાળકીને મારી નાખવા કહેલું. પરંતુ એક માનું મન આવા ‘અપરાધ’ માટે કેવી રીતે માને?
આ માએ પોતાની ઢિંગલી, લામિયાને જિવાડવાનું નક્કી કર્યું. આ સફરમાં ઘણી મુશ્કેલીઓ આવી.
પતિએ તેમને છોડી દીધાં બાદ પછી તેમણે જીવનમાં પડકારોનો સામનો કરીને તેઓ પોતે અને તેમની બાળકી માનભેર જીવી શકે એ સુનિશ્ચિત કરવા જાતમહેનત પર નભવાનું ઠરાવ્યું.