ગુજરાત પર પશ્ચિમ તરફથી આવી રહેલા હવામાનના ફેરફારની કેવી અસર થશે, ક્યાં છવાશે વાદળો?

વીડિયો કૅપ્શન, પશ્ચિમ તરફથી આવી રહેલા હવામાનના ફેરફારની ગુજરાત પર કેવી અસર થશે, ક્યાં છવાશે વાદળો?
ગુજરાત પર પશ્ચિમ તરફથી આવી રહેલા હવામાનના ફેરફારની કેવી અસર થશે, ક્યાં છવાશે વાદળો?
પ્રકાશિત

થોડા દિવસ સુધી સ્વચ્છ અને શુષ્ક હવામાન રહ્યા બાદ હવે ફરી એક વાર ભારતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગે આ અઠવાડિયે ઉત્તર, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં કેટલાંક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે આ બદલાવ માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણભૂત ગણાવ્યું છે.

પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ગુરુવારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

જ્યારે પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહાર બુધવાર અને ગુરુવારે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

જોકે, આ નવી સિસ્ટમની ગુજરાત સહિતના પશ્ચિમ ભારતનાં રાજ્યો પર અસર થવાની સંભાવના હજુ સુધી દેખાઈ રહી નથી.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રેડ લાઇન
રેડ લાઇન