You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ-હમાસ યુદ્ધ: હુમલા વચ્ચે નવજાત બાળકી સાથે 27 કલાક સંતાઈ રહ્યાં આ મહિલા
ગત 7 ઑગસ્ટે હમાસના ઉગ્રવાદીઓએ દક્ષિણ ઇઝરાયલમાં મ્યુઝિક ફેસ્ટિવલ માણી રહેલા ઇઝરાયલીઓ પર કરેલા ‘ઘાતકી’ હુમલા બાદથી ઇઝરાયલ-હમાસ વચ્ચે સતત ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે.
ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસનાં ઠેકાણાં પર હુમલાનો દાવો કરીને ઘણા વિસ્તાર પર બૉમ્બમારો કર્યો છે.
હમાસના ઉગ્રવાદીઓના હુમલામાં ઘણાંનાં મૃત્યુ થયાં, જ્યારે કેટલાકને ઉગ્રવાદીઓ બળજબરીપૂર્વક બંધક બનાવવામાં સફળ રહ્યા.
પરંતુ આ સ્થિતિમાં ફસાઈને પોતાનાં હિંમત અને નસીબના બળે બચી આવેલા લોકોનીય કહાણીઓ સામે આવી રહી છે.
આવી જ કહાણી ઇજરાયલના શેલી આતરીની છે. જેઓ પોતાની નવજાત બાળકીની સાથે હમાસના ઉગ્રવાદીઓથી બચવા માટે સતત 27 કલાક સુધી સંતાઈ રહેવા મજબૂર બન્યાં, પરંતુ અંતે તેમનો આબાદ બચાવ થયો.
જાણો, તેમની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.