સુરતમાં લોકોએ ભેગા મળીને પોલીસને રસ્તા વચ્ચે ઢોર માર માર્યો, શું છે સમગ્ર ઘટના?

સુરતમાં લોકોએ ભેગા મળીને પોલીસને રસ્તા વચ્ચે ઢોર માર માર્યો, શું છે સમગ્ર ઘટના?
પ્રકાશિત

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઘણાં સ્થળોએ કૉમર્શિયલ વાહનચાલકો ‘હિટ ઍન્ડ રન’ અંગેના નવા કાયદા સામે વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા.

આવા જ એક પ્રદર્શનમાં પ્રદર્શનકારી ડ્રાઇવરોએ કાબૂ ગુમાવી પોલીસકર્મીને માર માર્યો હોવાની ઘટના નોંધાઈ છે.

સમગ્ર ઘટનાના વીડિયો વાઇરલ થતાં મામલો સમાચારોમાં છવાઈ ગયો હતો.

આ ઘટના બાદ સ્થાનિક પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરી છે.

જાણો, શું છે સમગ્ર મામલો જેના કારણે ડ્રાઇવરોએ આક્રમક વલણ અખત્યાર કર્યું હતું?