રાજકોટનાં એ યુવતી જેમણે કલાના દમે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું

રાજકોટનાં એ યુવતી જેમણે કલાના દમે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું
પ્રકાશિત

મૂળ રાજકોટનાં વતની વિધિ ઉપાધ્યાયે પોતાની સંગીત કલાના માધ્યમથી તાજેતરમાં એક પછી એક ત્રણ કીર્તિમાન સ્થાપિત કરીને ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

તેમણે વર્ષ 2021ના ઑક્ટોબર માસમાં ગીત લખી, સ્વરબદ્ધ કરી અને પોતાના જ અવાજ સાથે "We Are One" શિર્ષકથી પોતાનું સિંગલ આલ્બમ લૉન્ચ કર્યું હતું.

જેમાં તેમણે 250થી વધુ દેશો અને ટાપુઓની 100થી વધારે અલગ અલગ ભાષામાં "We Are One"નું અનુવાદ કરી "વસુધૈવ કુટુમ્બકમ" અને વિશ્વશાંતિ નો સંદેશ પાઠવ્યો છે.

જુઓ, આ અનોખા કીર્તિમાનની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.