ગુજરાતમાં ચોમાસું મજબૂત થતાં હવે સમગ્ર રાજ્યમાં ક્યારે વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, ચોમાસું મજબૂત બનવાની શરૂઆત, હવે સમગ્ર ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે?
ગુજરાતમાં ચોમાસું મજબૂત થતાં હવે સમગ્ર રાજ્યમાં ક્યારે વરસાદ પડશે?
પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસા પહેલાંની ગતિવિધિઓની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં 19, 20 અને 21 જૂને વરસાદ વધવાની સંભાવના છે.

10 જૂનની આસપાસ ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં ઍન્ટ્રી લઈ લીધી છે. તેના કારણે ગુજરાતમાં નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં આજકાલ છુટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ ત્યારબાદ ચોમાસું આગળ વધ્યું નથી.

પરંતુ, આગાહી પ્રમાણે, આવનારા ત્રણ દિવસ 19, 20 અને 21 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે.

હવામાન વિભાગની માહિતીને આધારે આવનારા અઠવાડિયામાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે.

તો જાણો ગુજરાતમાં ચોમાસું કેમ મજબૂત થઈ રહ્યું છે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ક્યારે થશે?

ગુજરાતમાં ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો