સુરતમાં 162 બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવાનો સમગ્ર મામલો શું છે?
સુરતમાં 162 બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવાનો સમગ્ર મામલો શું છે?
પ્રકાશિત
સુરતના પાલણપોર વિસ્તારમાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત એક શાળા પર વાલીઓએ આરોપ લગાવ્યો છે કે શાળાએ તેમનાં બાળકોને લિવિંગ સર્ટિફિકેટ આપીને સ્કૂલમાંથી તેમનો પ્રવેશ રદ કરી દીધો છે.
શિક્ષણ સમિતિના સભ્યોનો દાવો છે કે શાળાના આચાર્યએ પોતાના સ્વાર્થ ખાતર 162 વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફીકેટ આપી સ્કૂલમાંથી કાઢી મૂક્યાં છે.
મહેશભાઈ દેવીપૂજકનો પુત્ર આ શાળામાં જ અભ્યાસ કરતો હતો. તેને પણ શાળામાંથી લિવિંગ સર્ટીફિકેટ આપવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે બીબીસીએ શિક્ષણ સમિતિનાં સભ્ય સ્વાતિ સોસા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું આચાર્ય સામે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
આ વીડિયોમાં જાણો આચાર્યએ આ બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવાનું શું કારણ આપ્યું?

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



