ગુજરાતમાં હવે કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે?
ગુજરાતમાં હવે કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે?
પ્રકાશિત
ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ઘણા ખરા વિસ્તારોમાં પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પણ છે.
હવામાન વિભાગની આગાહી છે કે 7મી જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી છે.
8 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
વીડિયો : દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



