અરવલ્લીના નાનકડા ગામમાં ફક્ત મહિલાઓ ચલાવે છે આ દૂધમંડળી, કેવી રીતે થઈ હતી શરૂઆત?
અરવલ્લીના નાનકડા ગામમાં ફક્ત મહિલાઓ ચલાવે છે આ દૂધમંડળી, કેવી રીતે થઈ હતી શરૂઆત?

પ્રકાશિત
ગુજરાત આમ તો ડેયરી ઉદ્યોગમાં ભારતમાં ટોચનાં રાજ્યોમાં સ્થાન ધરાવે છે. અને ડેયરી ઉદ્યોગે ગુજરાતમાં મહિલાઓને પગભર કરી છે અને તેમના પરિવારોના જીવનમાં અનેક સુધાર આવ્યા છે.
આ કહાણી છે અરવલ્લીની જ્યાં એક ગામમાં મહિલાઓ જ દૂધ મંડળી ચલાવે છે. તેની શરૂઆત 1995માં થઈ હતી.
માત્ર 29 લિટર દૂથથી શરૂઆત થઈ હતી. હવે 600 લિટર દૂધ ભરાય છે. મહિલાઓ દૂધ મંડળીથી કમાય છે અને પગભર થઈ છે.
આદિવાસી વિસ્તાર હોવાથી તેમને રસ્તાઓ મામલે તકલીફ પડે છે. ચોમાસામાં પણ તેમને તકલીફ પડે છે.
પણ દૂધ મંડળીની મહિલાઓએ ઘણી મહિલાઓને પ્રેરણા આપી છે.
વીડિયો - અંકિત ચૌહાણ





