ચીનમાં કોરોનાનો કેર, હૉસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ
ચીનમાં કોરોનાનો કેર, હૉસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ
પ્રકાશિત
ચીનમાં ફરી વાર કોરોનાએ કેર વર્તાવ્યો છે. અહીં સ્મશાનો અને કબ્રસ્તાન બહાર મૃતદેહોની કતારો લાગી હોવાના અહેવાલો છે.
સાથે જ હૉસ્પિટલોમાં ICU દરદીઓથી ઊભરાઈ રહ્યા છે અને લોકો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે.
જોકે એવો પણ દાવો કરાય છે કે ચીન કોરોનાના કેસ અને તેનાથી થતાં મૃત્યુના આંકડા છુપાવી રહ્યું છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, 'ચીનમાં કોરોનાના દરદીઓથી હૉસ્પિટલો ઊભરાઈ રહી છે.'





