તાપીમાં આવેલું 80 ફૂટનું એ વૃક્ષ જે 500 વર્ષ જૂનું હોવાનો સ્થાનિકો દાવો કરે છે

વીડિયો કૅપ્શન, તાપીમાં આવેલું 80 ફૂટનું એ વૃક્ષ જે 500 વર્ષ જૂનું હોવાનો સ્થાનિકો દાવો કરે છે
તાપીમાં આવેલું 80 ફૂટનું એ વૃક્ષ જે 500 વર્ષ જૂનું હોવાનો સ્થાનિકો દાવો કરે છે
પ્રકાશિત

તાપીના ગાઢ જંગલોમાં આવેલું આ વિશાળ વૃક્ષ છે બહેડાનું.

ઉનાઈ રેન્જના ચૂનાવાળી ગામમાં આવેલું આ વૃક્ષ સ્થાનિકો પ્રમાણે 500 વર્ષ જૂનું અને 80 ફૂટ ઊંચું હોવાનું માનવામાં આવે છે.

સ્થાનિકોનું કહેવું છે કે આ મહાકાય વૃક્ષમાં સ્થાનિકોની શ્રદ્ધા છે, તેઓ વૃક્ષની પૂજા કરે છે અને તેમાંથી મળતા ફળ ફૂલ અને છાલનો ઔષધીય ઉપયોગ કરે છે.

બહેડાના આ તોતિંગ વૃક્ષને જોવા પદમડુંગરી ઇકો ટૂરિઝમ ખાતે પણ ઘણાબધા સહેલાણીઓ આવતા હોય છે.

જાણો આ વૃક્ષની કહાણી...

વૃક્ષ, તાપી, સુરત, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઉનાઈ રેન્જના ચૂનાવાળી ગામમાં આવેલું આ વૃક્ષ સ્થાનિકો પ્રમાણે 500 વર્ષ જૂનું અને 80 ફૂટ ઊંચું હોવાનું માનવામાં આવે છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.