ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, નવી સિસ્ટમની કેવી અસર થશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, નવી સિસ્ટમની કેવી અસર?
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, નવી સિસ્ટમની કેવી અસર થશે?
પ્રકાશિત

ગુજરાતમાં હાલમાં વરસાદ નથી, પરંતુ બે-ત્રણ દિવસમાં ફરી વરસાદ પડશે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 14 સપ્ટેમ્બર, રવિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

એ બાદ 15 સપ્ટેમ્બર, સોમવારે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

આ તમામ વિસ્તારો માટે યલો ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

હાલમાં ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર એક લૉ પ્રેશર એરિયા સર્જાયો છે, જે દક્ષિણપશ્ચિમ પાકિસ્તાનની નજીક છે. સંલગ્ન સાયક્લૉનિક સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આવેલું છે.

દક્ષિણ ઓડિશા પર એક અપર ઍર સાયક્લૉનિક સર્ક્યુલેશન રચાયું છે, જે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠેથી 4.5 કિમીની ઊંચાઈએ આવેલું છે. તેના પ્રભાવ હેઠળ બંગાળની ખાડી પર એક લૉ પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે જેનાથી આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં આગામી બે દિવસમાં વરસાદ પડી શકે છે.

હાલમાં સમુદ્રના સ્તરે એક મોનસૂન ટ્રફની રચના થઈ છે, જે શ્રી ગંગાનગર, બરેલી, બારાબંકી, દેહરી, પુરુલિયા, દીઘાથી પસાર થઈને ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હવામાન, ચોમાસું,

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન