ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે?

વીડિયો કૅપ્શન, ગરમીથી શેકાતા ગુજરાતમાં ચોમાસું હજુ કેટલું દૂર, વરસાદ કઈ તારીખથી પડશે?
ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે?
પ્રકાશિત

ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ સહિતનાં શહેરોમાં લોકો ભારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. પરંતુ ટૂંક સમયમાં વરસાદ આવે એવી શક્યતા ઓછી છે.

ચોમાસું હાલ મહારાષ્ટ્રમાં સ્થિર છે. વાવણી લાયક વરસાદ હજુ ગુજરાતમાં પડ્યો નથી.

હાલ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.

ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં તારીખ 9 અને તારીખ 10 જૂનના રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

આગામી ચાર દિવસ સુધી કેવું તાપમાન રહેશે એ જાણવા માટે જુઓ આ વીડિયો...

ગુજરાતમાં ચોમાસું, હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન