ગેનીબહેને નરેન્દ્ર મોદીની બનાસકાંઠામાં સભા અને ક્ષત્રિય આંદોલન વિશે શું કહ્યું?
ગેનીબહેને નરેન્દ્ર મોદીની બનાસકાંઠામાં સભા અને ક્ષત્રિય આંદોલન વિશે શું કહ્યું?
પ્રકાશિત
"બનાસકાંઠાની જનતાના ડરને કારણે વડા પ્રધાનને અહીં પ્રચાર કરવા માટે આવવું પડ્યું છે. બનાસકાંઠાની જનતાનો એટલો પ્રેમ મળી રહ્યો છે કે લોકોના જ પૈસાથી હું ચૂંટણી લડી રહી છું."
કૉંગ્રેસના બનાસકાંઠાથી ઉમેદવાર ગેનીબહેન ઠાકોરના આ શબ્દો છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે આ બનાસકાંઠાની જનતાની પહેલી જીત છે કે અહીં વડા પ્રધાને આવવું પડ્યું છે.
તેમણે બનાસકાંઠાના મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરી હતી અને ક્ષત્રિયોના મુદ્દા વિશે પણ પોતાનું મંતવ્ય આપ્યું હતું.
લોકોએ આપેલા 'બનાસની બેન ગેનીબેન' સૂત્ર વિશે તેમણે કહ્યું હતું કે હું લોકોએ આપેલા સૂત્રને ચરિતાર્થ કરવા માટે પૂરતા પ્રયત્નો કરીશ.
વધુ જુઓ આ વિશેષ ઇન્ટરવ્યૂમાં...

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR/ FB



