આણંદમાં વંદે ભારત એક્સપ્રેસ સાથે અથડાતાં એક મહિલાનું મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત

ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી સેમિ-હાઈ સ્પીડ ટ્રેન 'વંદે ભારત એક્સપ્રેસ' સાથે અથડાતાં એક મહિલાનું મૃત્યુ થયું છે.

સમાચાર સંસ્થા પીટીઆઈએ રેલવે પોલીસને ટાંકીને સંબંધિત માહિતી આપી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બીટ્રિસ આર્ચીબૉલ્ડ પીટર નામનાં 54 વર્ષનાં આ મહિલા આણંદ રેલવેસ્ટેશન નજીક પાટા ઓળંગી રહ્યાં હતાં ત્યારે તેઓ ટ્રેન સાથે અથડાઈ ગયાં હતાં. મૂળે અમદાવાદનાં આ મહિલા આણંદમાં પોતાના સંબંધીઓને મળવા આવ્યાં હતાં.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

'વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેન ગાંધીનગર કેપિટલથી મુંબઈ સૅન્ટ્રલ જઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. આણંદ રેલવેસ્ટેશન પર આ ટ્રેન ઊભી રહેતી નથી.

નોંધનીય છે કે ગત 30 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર કેપિટલ સ્ટેશન ખાતેની આ ટ્રેનને પહેલી વાર લીલી ઝંડી બતાવી હતી.

ગત એક મહિનામાં આ ટ્રેનને ત્રણ વખતે પ્રાણીઓ સાથે અથડાવાથી નુકસાન પહોંચ્યું છે.

6 ઑક્ટોબરે અમદાવાદના વટવા અને મણિનગર વચ્ચે ટ્રેન સાથે ભેંસ અથડાઈ હતી. 7 ઑક્ટોબરે ટ્રેન સાથે ગાય અથડાઈ હતી.

જ્યારે ત્રીજી ઘટનામાં અતુલ રેલવેસ્ટેશન નજીક એક બળદ ટ્રેન સાથે અથઢાઈ ગયો હતો.

મહત્ત્વપૂર્ણ છે કે 'વંદે ભારત' શ્રેણીની 'વંદે ભારત એક્સપ્રેસ' ત્રીજી સેમિ-હાઈ સ્પીડ છે.

બીબીસી

ભૂતપૂર્વ આઈપીએસ ડીજી વણઝારાએ રાજકીય પક્ષ સ્થાપ્યો

ડીજી વણઝારા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત પોલીસના નિવૃત્ત આઈપીએસ અધિકારી ડીજી વણઝારાએ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેવા માટે ‘પ્રજા વિજય પક્ષ’ની રચના કરી છે.

નોંધપાત્ર બાબત એ છે પોતાના વિવાદાસ્પદ કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં થયેલા ઇશરત જહાં, સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિના થયેલાં ઍન્કાઉન્ટરોમાં વણઝારાની ભૂમિકા બદલ તેમની સામે પોલીસ કેસ થયા હતા. જેને કારણે તેમણે લગભગ 8 વર્ષ સુધી અમદાવાદની સાબરમતી ઍન્ટ્રલ જેલમાં અને એક વર્ષ મુંબઈની જેલમાં રહેવું પડ્યું હતું.

તેમના નવરચિત પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “દેશ આઝાદ થયા પછી અને 1960માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછી પહેલાં કૉંગ્રેસ અને હવે ભાજપનો એક પક્ષીય પ્રભાવ દેશના અને રાજ્યના રાજકીય, આર્થિક અને સામાજિક જીવન પર રહ્યો છે.”

પક્ષના મહામંત્રી સામંતસિંહ ચૌહાણે નિવેદનમાં જણાયું છે કે, “આ એક પક્ષ પ્રભાવ કોઈ પણ પક્ષનો હોય તો તેનાથી એક પક્ષીય ઈજારાશાહી ચાલુ થાય છે, જે વહીવટી બિન કાર્યક્ષમતા તેમજ જોહુકમી, ભ્રષ્ટાચાર અને દુરાચારની જનનીછે, જેનાથી રાજકારણ ફક્ત સત્તા અને સંપત્તિનો ખેલ બની જાય છે. આ જ સ્થિતિ છેલ્લાં 27 વર્ષથી એક જ પક્ષના શાસનના કારણે ગુજરાતમાં ઊભી થઈ છે.”

પક્ષની સ્થાપના પાછળનું કારણ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, “આવા પરિપ્રેક્ષમાં યુકે અને યુએસએની માફક રાજ્યમાં તુલ્યબળવાળી દ્વિ-પક્ષ પ્રથાસ્થાયી સ્વરૂપ લે તે સમયની માગ છે અને તે સંદર્ભમાં ગુજરાતમાં પ્રજા વિજય પક્ષનો અર્વિભાવ થયો છે.”

ચૌહાણના જણાવ્યા અનુસાર પ્રજા વિજય પક્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો મૂકવાનો ઇરાદો ધરાવે છે.

બીબીસી

મધ્યવર્તી ચૂંટણી પહેલાં બાઇડને કહ્યું- ચૂંટણી લોકમતનો સંગ્રહ નથી

રાષ્ટ્રપતિ જો બાઇડન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ જો બાઇડન

અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી પહેલાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પ્રચારની છેલ્લી રેલી યોજી રહ્યા છે.

સોમવારે જો બાઇડને મૅરીલૅન્ડ અને ડોનાલ્ડ ટ્રમ્પ ઓહાયોમાં રેલી યોજી હતી. મંગળવારે મધ્યવર્તી ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે.

મૅરીલૅન્ડમાં ઐતિહાસિક-બ્લૅક યુનિવર્સિટીમાં જનતાને સંબોધિત કરતા બાઇડને કહ્યું કે, “આ ચૂંટણી એક લોકમત સંગ્રહ નથી, આ અમેરિકાના બે વિઝન વચ્ચેની ચૂંટણી છે.”

બાઇડને મૅરીલૅન્ડમાં લોકોને 6 જાન્યુઆરી 2021એ ‘યૂએસ કેપિટલ પર હૂમલા’ની યાદ અપાવતા કહ્યું, “એ સમજવું ઘણું સરળ છે કે તમે અમેરિકી સમર્થક અને વિદ્રોહ સમર્થક બન્ને હોઈ ન શકો.”

તેમણે ઉલ્લેખ કર્યો કે, આ ચૂંટણીમાં 300 એવા ઉમેદવાર છે જેમણે 2020 ચૂંટણીમાં બાઇડનની જીતને છેતરપિંડી ગણાવી હતી.

બાઇડને કહ્યું, “બૅલેટ લોકતંત્ર છે.”

અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી કેમ યોજાય છે?

નવેમ્બર 2020માં જો બાઇડન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. બે વર્ષ બાદ મધ્યવર્તી ચૂંટણી માટે તખ્તો તૈયાર છે.

મધ્યવર્તી ચૂંટણી રાષ્ટ્રપતિના કાર્યકાળ વચ્ચે રાખવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રપતિ ચૂંટણીના બે વર્ષ બાદ અને આગામી ચૂંટણીના બે વર્ષ પહેલાં. માનવામાં આવે છે કે, આ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે, જનતાને વર્તમાન સરકારનું કામ કેવું લાગી રહ્યું છે.

આ ચૂંટણીમાં હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવની બધી 435 બેઠક અને સેનેટની 34 બેઠકો પર ચૂંટણી લડવામાં આવશે. એ સાથે રાજ્ય તેના રાજ્યપાલની પણ પસંદગી કરશે.

મંગળવારે અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી યોજાશે. નિયમો અનુસાર નવેમ્બરના પહેલા મંગળવારે મધ્યવર્તી ચૂંટણી યોજાય છે, પરંતુ જો મંગળવારે પહેલી તારીખ જ છે તો એવામાં ચૂંટણી મહિનાના બીજા મંગળવારે યોજાય છે.

બીબીસી

સેમિફાઇનલની મૅચ પહેલાંની પ્રૅક્ટિસમાં રોહિત શર્માને થઈ ઈજા

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૅપ્ટન રોહિત શર્મા નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિત શર્મા નેટ પ્રૅક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. એડિલેડમાં બૅટિંગની નેટ પ્રેક્ટિસ દરમિયાન તેમને ઈજા થઈ હતી.

મીડિયાના રિપોર્ટ અનુસાર, તેમને જમણાં હાથમાં ઈજા થઈ છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ પ્રૅક્ટિસ છોડીને મેદાનના છેડે બેઠેલા જોવા મળી રહ્યા છે અને તરત જ એક મેડિકલ સ્ટાફ આવીને તેમના હાથ તપાસે છે.

જોકે આ ઘા કેટલો ઊંડો છે, તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી.

ભારતની ટીમે રવિવારે, ઝિમ્બાબ્વેને હરાવીને ટી20 વર્લ્ડકપ 2022 સેમિફાઈનલમાં અધિકારીક એન્ટ્રી લઈ લીધી છે. હવે ભારત 10 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલની મેચ રમવાની તૈયારી કરી રહ્યું છે.

આ ટૂર્નામેન્ટમાં ભારત અને ઈંગ્લેન્ડ બન્ને ટીમો સારું પ્રદર્શન કરી રહી છે. તેથી આવનારી મેચ ખુબ જ રસપ્રદ હશે એવું માનવામાં આવી રહ્યું છે.

ટી20 વર્લ્ડકપ 2022ના સુપર 12 તબક્કામાં ઘણી જોરદાર રમત બાદ ન્યૂઝીલૅન્ડ, ઈંગ્લૅન્ડ, ભારત અને પાકિસ્તાન સેમિફાઈનલ મેચ રમશે.

બીબીસી

કૉંગ્રેસ નેતાએ હિન્દુ શબ્દનો અર્થ શરમજનક, ભાજપે આપ્યો જવાબ

કર્ણાટક કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સતીશ લક્ષ્મણરાવ જારકીહોલી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કર્ણાટક કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સતીશ લક્ષ્મણરાવ જારકીહોલી

કર્ણાટકના કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સતીશ લક્ષ્મણરાવ જારકીહોલીએ નિવેદન આપ્યું છે કે, “હિન્દુ” શબ્દનો અર્થ “શરમજનક” છે અને તે મૂળ ભારતનું નથી, ફારસી શબ્દ છે.

તેમણે એ પણ કહ્યું કે, “લોકો આવો શબ્દ કેવી રીતે માની શકે છે જેનો ભારત સાથે કોઈ સંબંધ જ નથી.”

ભાજપે તેમના નિવેદન પર ભારે વાંધો ઉઠાવતા તેને વોટબૅન્કની રાજનીતિ ગણાવી છે.

તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તેઓ એમ કહેતા દેખાય છે કે, “હિન્દુ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? શું એ આપણો શબ્દ છે? આ ઈરાન, ઇરાક, ઉજ્બેકિસ્તાન, કજાકિસ્તાનના વિસ્તારમાંથી આવતો ફારસી શબ્દ છે. હિન્દુ શબ્દનો ભારત સાથે શું સંબંધ છે? પછી તમે તેમનો કેવી રીતે સ્વીકાર કરી શકો છો? તેના પર વિવાદ થવો જોઈએ.”

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર જારકીહોલીએ આ નિવેદન રવિવારે બેલગામ જિલ્લામાં ‘માનવ બંધુત્વ વેદિક’ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં આપ્યુ હતું.

તેમણે એ પણ કહ્યું હતું કે, “વિકિપીડિયામાં જુઓ, આ શબ્દ ક્યાંથી આવ્યો છે? આ તમારું નથી. તો પછી તમે તેને આટલું ઉચ્ચ સ્થાન કેમ આપી રહ્યા છો? જો તમે તેનો અર્થ સમજશો તો તમને શરમ આવશે. આ શબ્દનો અર્થ ખરાબ છે. હું એવું કહી રહ્યો નથી, સ્વામીજીએ આવું કહ્યું છે, આ વેબસાઇટ પર છે.”

બીજેપીએ આ વીડિયો સામે આવ્યા બાદ કૉંગ્રેસ નેતાની ટીકા કરી છે અને કૉંગ્રેસે તેમને અલગ કરી દીધા છે.

તેમણે ટ્વીટ કર્યું છે કે, “હિન્દુ ધર્મ એ જીવન જીવવાની રીત છે અને એક સભ્યતાની વાસ્તવિકતા છે. કૉંગ્રેસે એક એવા દેશનું નિર્માણ કર્યું છે જ્યાં દરેક ધર્મ, આસ્થાનું સન્માન કરવામાં આવે છે. આજ ભારતનો સાર છે.”

સતીશ જારકીહોલીએ જે નિવેદન આપ્યું છે એ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે અને તેને ફગાવી દેવાને પાત્ર છે. અમે તેની નિંદા કરીએ છે.

ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાળાએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું છે કે, “શિવરાજ પાટીલ બાદ હવે કર્ણાટક કૉંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ સતીશ જારકીહોલી હિન્દુઓને ભડકાવે અને તેમનું અપમાન કરી રહ્યા છે. તેઓ કહે છે કે, હિન્દુ શબ્દનો અર્થ બહુ ખરાબ થાય છે.”

“આ કોઈ યોગાનુયોગ નથી, વોટબૅન્કનો પ્રયોગ છે. હિન્દુ આતંકવાદથી લઈને રામ મંદિરના વિરોધ સુધી ગીતાને જેહાદ સાથે જોડવા સુધી.”

બીબીસી

ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપે પ્રચાર કર્યો શરૂ

ભારતીય જનતા પાર્ટી

ઇમેજ સ્રોત, BJP GUJARAT TWITTER

ઇમેજ કૅપ્શન, ભાજપે પ્રચાર શરૂ કર્યો

નવભારત ટાઇમ્સના અહેવાલ અનુસાર, ભારતીય જનતા પાર્ટીએ સોમવારે ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ ના સૂત્ર સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કરતા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોને દર્શાવતી એક લઘુ ફિલ્મ બહાર પાડી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણી માટે રવિવારે ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત કરતા “આ ગુજરાત મે બનાવ્યું છે” ના નારા લગાવ્યા હતા.

ભાજપ ગુજરાત એકમના પ્રમુખ સી. આર. પાટીલે આ નારાના આધારે સોમવારે ચૂંટણી અભિયાનની શરૂઆત કરી અને ભાજપના નેતૃત્વમાં ગુજરાતના વિકાસ પર એક લઘુ ફિલ્મ પણ બહાર પાડી છે.

પાર્ટીના પ્રકાશનમાં જણાવવામાં આવ્યું છે કે, “અભિયાન અંતર્ગત ભાજપ રાજ્યમાં વિકાસને દર્શાવનારા લગભગ 10, 000 ‘સેલ્ફી પોઈન્ટ’ લગાવશે.”

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં એક ડિસેમ્બરે 89 બેઠક પર મતદાન થશે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 92 બેઠક પર મતદાન થશે. મતગણતરી 8 ડિસેમ્બર થશે.

પ્રથમ તબક્કા માટે નામાંકન આમંત્રિત કરતું એક ગેઝેટ નોટિફિકેશન પાંચ નવેમ્બરે જાહેર કર્યું હતું અને નામાંકન પત્ર ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે.   

બીબીસી
બીબીસી