You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પંજાબમાં જળબંબાકાર : ગામોમાં 7-8 ફૂટ પાણી ભરાયાં, ચારેતરફ પાણી વચ્ચે લોકો કેવી રીતે જીવી રહ્યા છે?
એકધારા ભારે વરસાદ અને પૂરને કારણે પંજાબના અનેક વિસ્તારોમાં મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે.
પંજાબના વિવિધ વિસ્તારોમાં હવામાન સંબંધી ઘટનાઓમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 29 લોકો મૃત્યુ પામ્યા છે અને 12 જિલ્લા પૂરગ્રસ્ત છે.
15,000થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ખેતીની લગભગ એક લાખ હેક્ટર જમીન પૂરના પાણીમાં ડૂબેલી છે.
સરબજીતના જણાવ્યા મુજબ, રાવી નદીમાં પ્રવાહ ઝડપી છે અને તેના કારણે નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકો ભયભીત છે.
કપુરથલાનાં લગભગ 16 ગામ પાણીમાં ડૂબેલાં છે. ફાઝિલ્કા, તરનતારન, ગુરદાસપુર, પઠાનકોટ અને અમૃતસર સહિતના અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ સતત વકરી રહી છે.
પંજાબમાં રાજ્યના આપદા રાહત દળ ઉપરાંત ભારતીય સૈન્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ પણ રાહત તથા બચાવ કાર્યમાં જોડાયેલી છે.
બીબીસી સંવાદદાતા સરબજીત ધાલીવાલના જણાવ્યા મુજબ, વરસાદની ઍલર્ટને કારણે લોકોની ચિંતામાં ઉમેરો થયો છે.
પંજાબમાં આટલા મોટા પાયે 37 વર્ષ પહેલાં, 1988માં પૂર આવ્યું હતું. છેલ્લાં વર્ષોમાં પૂર ન આવવાને કારણે આપદા પ્રબંધન સંબંધે પણ રાજ્યમાં બહુ તૈયારી કરવામાં આવી ન હતી.
અહેવાલ - સરબજીત ધાલીવાલ/શૂટ-ઍડિટ - ગુલશનકુમાર