મુંબઈ : પાણીની ટાંકીમાં બે બાળકો ડૂબ્યાં, પછી BMC એ ઝૂંપડી પણ તોડી પાડી
મુંબઈ : પાણીની ટાંકીમાં બે બાળકો ડૂબ્યાં, પછી BMC એ ઝૂંપડી પણ તોડી પાડી
પ્રકાશિત
મુંબઈમાં વડાલા બ્રિજની ફૂટપાથ પરની ઝૂંપડીમાં રહેતાં સોનુના જીવનમાં હવે સાવ અંધારપટ છે. બે બાળકો ગુમાવ્યા બાદ સોનુ અને તેમના પતિ મનોજ હવે જ્યાં રહેતાં હતાં તે ઘર પણ ગુમાવી દીધું છે.
મુંબઈ હાઈકોર્ટે આ અંગે સુઓમોટો હેઠળ બીએમસીને નોટિસ જારી કરી છે. આ મામલો કોર્ટમાં છે, ત્યારે બીએમસી કામદારોએ આ વિસ્તારમાં ઝૂંપડીઓ તોડી નાખી હતી.
મુંબઈમાં માનવજીવનની કિંમત શું છે? એવો સવાલ મુંબઈ હાઈકોર્ટે BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન)ને પૂછતાં સોનુને ન્યાયની આશા જાગી છે. તેમની માગ છે કે જવાબદારો સામે પગલાં લેવામાં આવે.
કઈ રીતે સોનુએ પોતાનાં બંને બાળકો અને ઘર ગુમાવી દીધાં? જુઓ આ અહેવાલ.....
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)




