બંને હાથ નથી પણ પગથી અચૂક નિશાન તાકતાં ગોલ્ડ મેડાલિસ્ટ શીતલ દેવીની કહાણી
ચીનના હાંગઝોઉમાં એશિયાઈ પૅરા રમતમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતીને શીતલ દેવીએ ઇતિહાસ રચી દીધો છે.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના લોઈધર ગામનાં રહેવાસી શીતલ દેવીના નાનપણથી જ બંને હાથ નથી. તે પગથી નિશાન તાકી અચૂક નિશાનો લગાવે છે.
શીતલ જણાવે છે કે એશિયન પૅરા-ગેમ્સમાં જતાં પહેલાં તેમણે મેડલ વિશે નહોતું વિચાર્યું. તેઓ માત્ર પોતાનું ઉત્તમ પ્રદર્શન આપવા માગતાં હતાં.
જીતની ઉપલબ્ધીની એ ક્ષણ શીતલની સાથે સાથે દરેક ભારતવાસી માટે ખાસ હતું. પરંતુ શીતલ દેવી અને તેમના પરિવાર માટે આ બહુ પડકારભર્યો સમય રહ્યો.
તેમના માતા જણાવે છે કે તેમને હંમેશાં એ ચિંતા સતાવતી કે તેમની દીકરી બંને હાથ વગર શું કરી શકશે.
શીતલ જ્યારે પેદા થયાં ત્યારે તેમના પરિવાર માટે તેમને અપનાવવું સહેલું નહોતું, તેમના પિતા જણાવે છે કે પોતાની દીકરીને જોઈને તેમના મનમાં કેવા વિચારો આવતા હતા.
શીતલ દેવી હવે દેશ માટે પૅરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવાની ઇચ્છા રાખે છે.






