પંજાબમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોને પરેડ કરાવાઈ, 'હું ચોર છું'નો મામલો શું છે?
પંજાબમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોને પરેડ કરાવાઈ, 'હું ચોર છું'નો મામલો શું છે?
પ્રકાશિત
પંજાબના લુધિયાણામાં એક જ પરિવારનાં પાંચ સભ્યોને પરેડ કરાવવામાં આવ્યાં હતાં. એ સમયે તેમનાં ગળામાં 'હું ચોર છું'ની તકતી લટકેલી હતી.
જેમાં ત્રણ સગીરાનો પણ સમાવેશ થતો હતો. આ પાંચેય લોકો લુધિયાણાની એક હૉઝિયરી ફેકટરીમાં કામ કરતા હતા.
એકમના માલિકને શંકા હતી કે આ લોકો તેની ફેકટરીમાંથી ચોરી કરે છે, એટલે તેણે આ પરેડ કરાવી હતી.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં પોલીસ સક્રિય બની ગયાં હતાં.

ઇમેજ સ્રોત, Harmandeep Singh/BBC
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



