ગુજરાત : કયા જિલ્લાઓમાં ચોમાસા પહેલાં વરસાદ વધવાની શક્યતા છે, ચોમાસું ક્યારે પહોંચશે?

વીડિયો કૅપ્શન, Monsoon 2026: કયા જિલ્લાઓમાં ચોમાસા પહેલાં વરસાદ વધવાની શક્યતા છે. ચોમાસું ગુજરાત ક્યારે પહોંચશે?
ગુજરાત : કયા જિલ્લાઓમાં ચોમાસા પહેલાં વરસાદ વધવાની શક્યતા છે, ચોમાસું ક્યારે પહોંચશે?
પ્રકાશિત

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમી યથાવત છે ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓના વિસ્તારોમાં બફારાથી ત્રસ્ત લોકોને છૂટાછવાયા વરસાદને કારણે આંશિક રાહત મળી છે.

હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત વિસ્તારમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ નોંધાયો હતો.

પણ તે સિવાયના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું જોવા મળ્યું હતું.

જો કે, ચોમાસાની રાહ જોઈ રહેલા ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો.

ચોમાસાની સ્થિતિ તરફ નજર કરીએ તો ચોમાસું હાલ મહારાષ્ટ્ર સુધી જ પહોંચ્યું છે. તો ક્યાંક ને ક્યાંક ચોમાસાની ગતિ ધીમી પડી હોય તેવું પણ લાગી રહ્યું છે.

હાલ કયાં રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું છે? ઝડપથી આગળ વધતાં ચોમાસાની ગતિ ધીમી પડી છે? અને ગુજરાત પહોંચતા ચોમાસાને કેટલી વાર લાગશે?

આ બધા સવાલો વચ્ચે હવામાન વિભાગે પોતાના તાજેતરના બુલેટિનમાં ભારતમાં ચોમાસાની આગેકૂચ અંગેની માહિતી અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના અંગે આગાહી કરી છે.

કયા જિલ્લાઓમાં ચોમાસા પહેલાં વરસાદ વધવાની શક્યતા છે, ચોમાસું ગુજરાત ક્યારે પહોંચશે? જુઓ આ વીડિયોમાં.

વીડિયો: દીપક ચુડાસમા

ઍડિટ : અવધ જાની

ગુજરાત ચોમાસું વરસાદ ખેતર ખેડૂત ખાતર ખેત પાણી વાવેતર પાક બીબીસી ગુજરાતી હવામાન સમાચાર ગુજરાત સમાચાર ગરમી

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન