Gujarat Weather : બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની આ રાજ્યોને અસર, ગુજરાતનું હવામાન કેવું રહેશે?
Gujarat Weather : બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની આ રાજ્યોને અસર, ગુજરાતનું હવામાન કેવું રહેશે?
પ્રકાશિત
ચોમાસા બાદ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે. જેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતનાં રાજ્યોને થવાની શક્યતા છે.
શ્રીલંકાની પાસેથી થઈને આ સિસ્ટમ તામિલનાડુના દરિયાકિનારા પાસે પહોંચી, જેના કારણે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ખૂબ ઝડપી પવન ફૂંકાય તેવી શક્યતા છે.
આ સિસ્ટમને કારણે ભારતના અન્ય વિસ્તારોમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધે તેવી પણ શક્યતા છે.
વીડિયો : દીપક ચુડાસમા/સુમિત વૈદ

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



