ગુજરાતમાં ચોમાસુ ક્યાં સુધી રહેશે? બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ભારે વરસાદ લાવશે?

ગુજરાતમાં ચોમાસુ ક્યાં સુધી રહેશે? બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ભારે વરસાદ લાવશે?
પ્રકાશિત

ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ છે અને દરેક જિલ્લામાં થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક નવો લૉ-પ્રેશર એરિયા બની ગયો છે અને આ સિસ્ટમ આવનારા દિવસોમાં હજી પણ વધારે મજબૂત બનશે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પર આવશે ત્યારે ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે.

આ સિસ્ટમ મધ્ય ભારતથી ગુજરાતમાં આવ્યા પછી વરસાદનું જોર વધવાનું અનુમાન છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર ગુજરાતમાં 4 સપ્ટેમ્બરથી લઈને 8 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ અનુસાર આવતી કાલથી વરસાદનું જોર વધી શકે છે. ચાર તારીખથી ભારે વરસાદની શરૂઆત- દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં થશે.

તારીખ 10 સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમની અસર રહી શકે છે. આગામી ચોવીસ કલાકમાં ક્યાં વિસ્તારોમાં કેટલો વરસાદ પડી શકે છે? ચોમાસુ હજુ ક્યાં સુધી રહેવાનું છે? જાણવા માટે જુઓ આ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન