ગુજરાતના જાણીતા લોકગાયક હેમંત ચૌહાણને પદ્મશ્રી પુરસ્કાર, જાણો અજાણી વાતો

ગુજરાતના જાણીતા લોકગાયક હેમંત ચૌહાણને પદ્મશ્રી પુરસ્કાર, જાણો અજાણી વાતો
પ્રકાશિત

ગુજરાતના જાણીતા લોકગાયક હેમંત ચૌહાણને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો છે.

બીબીસી ગુજરાતીએ હેમંત ચૌહાણની મુલાકાત લઈ તેમની પ્રતિક્રિયા જાણી અને તેમની કારકિર્દી વિશે અનેક રસપ્રદ વાત કરી.

તેમણે કહ્યું કે દાયકાઓ સુધી સંતવાણી કરી, આશા નહોતી કે ઍવૉર્ડ મળશે.

આ વાતચીતમાં હેમંત ચૌહાણ જણાવે છે કે રાજકોટમાં રહી 45 વર્ષથી સંતવાણીની આરાધના કરું છું, 11 વર્ષ આરટીઓમાં નોકરી કરી છે. ભજન ગાવા માટે નોકરી મૂકી દીધી. તેમણે 8200 ભજન ગાવાનો વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે અને કુલ 9000 જેટલી રચનાઓ સ્ટુડિયોમાં રેકૉર્ડ કરી છે.

વીડિયો : બિપિન ટંકારિયા / નીલેશ ભાવસાર