'એક વર્ષથી પાણી નથી આવતું', મહેસાણાનાં લોકો ગુસ્સે થઈને શું બોલ્યાં?
'એક વર્ષથી પાણી નથી આવતું', મહેસાણાનાં લોકો ગુસ્સે થઈને શું બોલ્યાં?
પ્રકાશિત
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ થવાનું છે અને આઠ ડિસેમ્બરે પરિણામ આવશે.
મહેસાણાનાં અનેક ગામો હજુ એવાં છે જ્યાં પાણી ન મળતું હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે.
ગામની મહિલાઓનું કહેવું છે કે પીવાનું પાણી આવતું નથી, ઘણી વાર ટેન્કરથી પાણી મંગાવવું પડે છે.
ગુજરાત સરકારનો દાવો છે કે ગામડાંમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે.
બીબીસી ગુજરાતીએ મહેસાણાના આવા જ એક ગામની મુલાકાત લીધી અને જાણવાનો પ્રયાસ કર્યો કે ત્યાંના લોકોની શું સમસ્યા છે?
વીડિયો : રૉક્સી ગાગડેકર છારા / પવન જયસ્વાલ





