અમદાવાદ સહિત ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ, ઠેરઠેર પાણી ભરાયાં, હવે શું આગાહી કરાઈ?

અમદાવાદ સહિત ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ, ઠેરઠેર પાણી ભરાયાં, હવે શું આગાહી કરાઈ?
પ્રકાશિત

પાછલા અમુક દિવસોથી સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.

ક્યાંક ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, તો ક્યાંક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, તો ક્યાંક ગામોમાં પાણી ભરાઈ ગયાં છે.

સમગ્ર ગુજરાતમાં ચોમાસામાં કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ માઝા મૂકી છે. કયાંક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો કયાંક વ્યવસ્થાના અભાવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે આગામી સમયમાં ગાજવીજ સાથે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જુઓ વીડિયો.