જ્યારે સક્રિય જ્વાળામુખી પર સર્જાયો વંટોળ

વીડિયો કૅપ્શન, જ્યારે સક્રિય જ્વાળામુખી પર સર્જાયો વંટોળ
જ્યારે સક્રિય જ્વાળામુખી પર સર્જાયો વંટોળ
પ્રકાશિત

હવાઈના કિલાવેઆ જ્વાળામુખી નજીક વંટોળ સર્જાયો હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે.

યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના કૅમેરામાં આ ઘટના કેદ થઈ છે.

USGSના જણાવ્યા અનુસાર, કિલાવેઆના તાજેતરના વિસ્ફોટ પછી લાવાની ગરમીને કારણે સપાટી પરની હવા ગરમ થઈને ઉપરની ઠંડી હવામાં ભળી ગઈ હતી, જેના લીધે આજુબાજુની હવા ખેંચાતાં આ વંટોળ સર્જાયો હોઈ શકે છે.

હવાઈ વોલ્કેનોઝ નેશનલ પાર્કમાં આવેલો કિલાવેઆ પૃથ્વી પરના સૌથી સક્રિય જ્વાળામુખીઓ પૈકીનો એક છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images