અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમમાં ફેરફાર, ગુજરાતમાં દિવાળી પર કયાં વરસાદની આગાહી?
વિદાય થતું ચોમાસું છેલ્લે છેલ્લે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસાદે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેની સાથે થોડા દિવસોમાં ઠંડીના ચમકારાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહ્યું હતું. હવામાન વિભાગની જાણકારી પ્રમાણે ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનો નીચલા સ્તરે પ્રવર્તી રહ્યા છે. રાજ્યમાં ગુરુવાર અને શુક્રવારે વાતાવરણ શુષ્ક રહેશે.
આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં પણ બહુ મોટો ફેરફાર નથી થાય. જોકે, ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં ધીમે-ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે તેવી સંભાવના છે.
રાજ્યમાં ગુરુવાર અને શુક્રવારે જિલ્લાઓ જેવા કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી સંઘપ્રદેશમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના બાકીના વિસ્તારમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



