બહેને બહેનને ગર્ભાશયનું દાન કર્યું, ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ બાદ બાળકીનો જન્મ કેવી રીતે થયો?
બહેને બહેનને ગર્ભાશયનું દાન કર્યું, ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ બાદ બાળકીનો જન્મ કેવી રીતે થયો?
પ્રકાશિત
બ્રિટનમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવનારી એક મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો છે. આ બાળકને 'ચમત્કારિક બાળક' ગણવામાં આવી રહ્યું છે. આવું પહેલી વાર બન્યું છે.
બાળકનાં માતા, 36 વર્ષીય ગ્રેસ ડૅવિડસન ગર્ભાશય વિના જ જન્મ્યાં હતાં. પરિણામે તેમનાં બહેનનું ગર્ભાશય 2023માં ગ્રેસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
બ્રિટનમાં આ પ્રથમ સફળ ગર્ભાશય પ્રત્યારોપણ સર્જરી ગણાય છે.
ઑપરેશનનાં બે વર્ષ પછી ગ્રેસે ફેબ્રુઆરીમાં તેમના બાળકને જન્મ આપ્યો છે. ગ્રેસ અને એંગસે તેમના નવજાત બાળકનું નામ એમી રાખ્યું છે. ગ્રેસનાં બહેનનું નામ પણ એમી છે, જેમણે પોતાના ગર્ભાશયનું દાન કર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



