15 વર્ષના વિરહ બાદ પંજાબી પિતા-જાપાની પુત્રનું મિલન કેવી રીતે થયું?

વીડિયો કૅપ્શન, 15 વર્ષના વિરહ બાદ પિતા-પુત્રનું મિલન કેવી રીતે થયું?
15 વર્ષના વિરહ બાદ પંજાબી પિતા-જાપાની પુત્રનું મિલન કેવી રીતે થયું?
પ્રકાશિત

રીન તાકાહાતા જ્યારે બે વર્ષના હતા ત્યારે જ તેમના માતાપિતાના છૂટાછેડા થઈ ગયા હતા. અમૃતસરમાં રહેતા સુખપાલસિંહે વર્ષ 2002માં જાપાનીઝ મહિલા સાથે લગ્ન કર્યા હતા. પણ થોડા જ સમય બાદ તેઓ અલગ થઈ ગયા હતા.

2007માં જાપાનથી પાછા આવીને સુખપાલનો તેમના પુત્ર અને પૂર્વ પત્ની સાથે કોઈ સંપર્ક નહોતો. રક્ષાબંધનના દિવસે રીનની ન માત્ર પોતાના પિતા સાથે મુલાકાત થઈ.પણ તેમને નાની બહેનની સાથે એક આખો પરિવાર પણ મળ્યો.

જાણો આ વીડિયો અહેવાલમાં કે પિતા-પુત્રની મુલાકાત દરમિયાનનાં ભાવુક દૃશ્યો..

જાપાનમાં રહેતા પુત્રની 19 વર્ષ બાદ પંજાબમાં રહેતા પોતાના પિતા સાથે મુલાકાત થઈ
ઇમેજ કૅપ્શન, જાપાનમાં રહેતા પુત્રની 19 વર્ષ બાદ પંજાબમાં રહેતા પોતાના પિતા સાથે મુલાકાત થઈ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.