'50 બૉક્સથી શરૂઆત, હવે કમાણી 6-7 લાખની થઈ', મધમાખી ઉછેરતી મહિલાની વાત

'50 બૉક્સથી શરૂઆત, હવે કમાણી 6-7 લાખની થઈ', મધમાખી ઉછેરતી મહિલાની વાત
પ્રકાશિત

પંજાબમાં રહેતાં સુખપાલકોર મધમાખીઓનો ઉછેર કરીને મધનું ઉત્પાદન કરે છે. તેઓ એક સફળ ખેડૂત છે.

આ કામ શરૂ કરતાં પહેલાં તેમણે પંજાબ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં તાલીમ પણ મેળવી હતી અને હવે આ મધમાખીપાલન અને તેમાંથી મધ મેળવવાના કૌશલ્યને તેઓ બખૂબી જાણે છે.

તેમણે કહ્યું, "અમે 50 બૉક્સથી શરૂઆત કરી હતી અને દોઢ લાખ રૂપિયા કમાઈ લેતા હતા. હવે અમારી કમાણી 6-7 લાખની થઈ ગઈ છે. આ વ્યવસાયમાં પડકારો છે. ઘણી વાર મધમાખીઓ મરી જાય છે. એટલે આ પડકારથી ભરેલો ધંધો છે અને તેમાં પુરુષો વધુ છે, પરંતુ તમે નક્કી કરી લો તો કશું જ અઘરું નથી."

રિપોર્ટ : કુલદીપ બરાળ

ઍડિટ : ગુરકીતપાલસિંહ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.