You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ખરે ટાણે યુરિયા ખાતર ન મળતા ત્રણ-ત્રણ દિવસથી ધક્કા ખાતા ખેડૂતોની વ્યથા
ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ખેડૂતો યુરિયા ખાતર માટે મજબૂર બન્યા છે.
ચોમાસાના સમયે જ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા મેઘરજ તાલુકાના ખેડૂતોમાં આક્રોશ અને ચિંતા જન્મ્યાં છે.
સ્થિતિ એવી બની છે કે વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે પહોંચી જાય છે, છતાં કલાકો સુધી રાહ જોવી પડે છે.
તાલુકા સંઘ આગળ સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગેલી જોવા મળે છે. ખાતર મેળવવા માટે પુરુષો સાથે મહિલાઓ પણ મોટા પ્રમાણમાં કતારમાં ઊભેલી જોઈ શકાય છે.
ખેડૂતોએ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી અને પૂરતા પ્રમાણમાં ખાતર આપવાની માગ કરી હતી.
એક ખેડૂત ફરિયાદી સૂરમાં કહે છે કે અમે પાણી પીધા વગર તડકામાં લાઇનમાં ઊભા રહીએ છીએ, પરંતુ આમ છતાં પણ દસ ગુણ જોઈતી હોય તો એને બદલે માત્ર બે ગુણ મળે છે.
મેઘરજ તાલુકા સંઘના મૅનેજર જેલાભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે લોકો અગાઉથી યુરિયા ખાતર લઈ જવાની જગ્યાએ જરૂર પડે ત્યારે ખાતર ખરીદવા આવે છે એટલે આવી સ્થિતિ થાય છે.
જુઓ આ વીડિયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન