You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'થલપતિ' વિજયની ટીવીકે પ્રારંભિક વલણોમાં આગળ, વિજયના ઘરે ઉત્સવનો માહોલ
અત્યાર સુધી જોવા મળી રહેલાં પરિણામોનાં વલણોમાં પશ્ચિમ બંગાળની માફક તામિલનાડુમાં પણ મોટા રાજકીય ઊલટફેરના એંધાણ જોવા મળી રહ્યા છે.
તામિલનાડુની કુલ 234 બેઠકો પર થયેલા મતદાન બાદ સોમવારે થઈ રહેલી મતગણતરીમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે શાસક પક્ષ ડીએમકે અને અન્ય પક્ષો કરતાં પણ વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે.
જો આ વલણો જ પરિણામમાં ફેરવાયાં તો અભિનેતા વિજયનો પક્ષ રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે સામે આવશે. નોંધનીય છે કે રાજ્યમાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર હોય છે, પરંતુ ટીવીકે ચાર વાગ્યાની સ્થિતિ પ્રમાણે 105 બેઠકો પર જ આગળ ચાલી રહી છે.
આ જંગી સરસાઈ બાદ અભિનેતા વિજયના ઘરે તેમના સમર્થકો, પરિવારજનો અને કાર્યકર્તાઓ ઉત્સવ મનાવતા નજરે પડી રહ્યા છે.