ઘરેથી ગાયબ થયાનાં 51 વર્ષ બાદ માતાપિતા સાથે મહિલાનું પુનર્મિલન કેવી રીતે થયું?

ઇમેજ સ્રોત, શેરોન હાઈસ્મિથ
અમેરિકાના ટૅક્સાસ રાજ્યની વાત છે.
મૅલિસા હાઇસ્મિથનાં માતાએ તેમનાં માટે બૅબીસીટર રાખ્યાં હતાં, જેઓ મૅલિસા સાથે 1971માં ગાયબ થઈ ગયાં હતાં. તેમનાં પરિવારે અને પોલીસે દાયકાઓ સુધી તેમની શોધ કરી હતી. મૅલિસા અને બૅબીસીટરને ગુમ જાહેર કરવામાં આવ્યાં.
પુત્રી અને બૅબીસીટરની શોધ ચાલી.
કેસમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે ડીએનએ ટેસ્ટમાં એક વ્યક્તિનાં રિપોર્ટ મૅચ થયાં. જે બાદ પરિવારે ફેસબુક પર તેમનો સંપર્ક કર્યો હતો.
મૅલિસા હાઇસ્મિથ કહે છે કે, મારા પિતાએ મેસેન્જર પર મારો સંપર્ક કર્યો.
અને તેમણે મને કહ્યું, 'શું તું જાણે છેકે હું 51 વર્ષથીમારી પુત્રીને શોધી રહયો છું.'
જેમણે મારો ઉછરે કર્યો હતો તેમને મેં પ્રશ્ન કર્યો, 'શું એવી કોઈ વાત જે તમે મારાથી છુપાવો છો.' અને તેમણે પુષ્ટિ કરી કે તેઓ જાણતાં હતાં કે હું બૅબી મૅલિસા છું. આ ખરેખર બહુ આશ્ચર્યજનક છે પરંતુ સાથેસાથે જીવનની સૌથી સુખદ અનુભૂતિ પણ છે.
મૅલિસાનાં પિતા જૅફ્રી હાઇસ્મિથ કહે છે કે તેમણે કહ્યું, 'ડૅડ, તે જીવેછે અને સાંભળતા જ હું રડી પડ્યો.
શૅરોન રોઝ હાઇસ્મિથ કહે છે કે અને 51 વર્ષ બાદ આ ખરેખર બહુ લાગણીસભર ક્ષણ છે. એ મારા જીવનનો સૌથી સારો દિવસ હતો. અત્યારે પણ મારું હૃદય લાગણીઓથી ભરાઈ ગયું છે
મૅલિસાના માતા આલ્ટા આપાટૅન્કો કહે છે કે, હું સતત મારી જાતને ચીમટી ભરુંછે, જેથી ખાતરી કરી શકુંકે હું સપનું નથી જોઈ રહી.
કેવી ભાવનાત્મક ક્ષણો હતી મિલનની, જુઓ આ વીડિયો અહેવાલ...





