આ પાકિસ્તાની મહિલાઓ વૃક્ષોને શા માટે રાખડી બાંધે છે?

વીડિયો કૅપ્શન, Pakistan ના સિંધ પ્રાંતમાં આ મહિલાઓ વૃક્ષોને રાખડી કેમ બાંધી રહી છે?
આ પાકિસ્તાની મહિલાઓ વૃક્ષોને શા માટે રાખડી બાંધે છે?
પ્રકાશિત

પાકિસ્તાનના સિંધ પ્રાંતનો મોટો વિસ્તાર થરપારકરના રણની નજીક આવેલો છે. આ વિસ્તારમાં વરસાદ ઓછો પડે છે, જેથી કરીને બહુ થોડી વનસ્પતિ અહીં ઉગી શકે છે.

એક વિશિષ્ટ વનસ્પતિ તથા તેમાંથી નીકળતો ગુંદર સ્થાનિકોની આજીવિકા મેળવવામાં મોટી ભૂમિકા ભજવે છે. એથી સ્ત્રીઓ અને પુરુષો સાથે મળીને તેને બચાવવા તથા તેનું સંવર્ધન કરવા માટે પ્રયાસ કરે છે.

મહિલાઓ તેને ભાઈ માનીને રાખડી બાંધે છે અને તેની રક્ષાની કામના કરે છે, કારણ કે આ ઝાડ ઢોરઢાંખરના ચારા માટે પણ કામ આવે છે.

પાકિસ્તાન મહિલા, રાખડી, વૃક્ષ